ફ્લોર ટેસ્ટ (floor test) પહેલાં જ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મુખ્યપ્રધાન પદેથી કમલનાથે (Kamalnath) રાજીનામું આપી દીધું છે. આ પહેલાં કમલનાથે મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે ભાજપ પર તોડજોડનો મુદ્દો ઉઠાવી આકરા પ્રહાર કર્યા હતા.
આજે કમલનાથ (Kamalnath)ની સરકારનો એસિડ ટેસ્ટ છે. ત્યારે કમલનાથે ભાજપ (BJP)ની સરકાર પર તોડજોડનો આરોપ લગાવ્યો હતો. આ વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે બાર વાગ્યે મુખ્યમંત્રી નિવાસ પર પ્રેસ કોન્ફરન્સ કરી છે.
કમલનાથે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભાજપે અત્યાર સુધીમાં અમારા 22 ધારાસભ્યો (MLA)ને બંધક બનાવ્યા છે અને આ સમગ્ર દેશ કહી રહ્યું છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરી ખેલ ખેલવામાં આવી રહ્યો છે.
કમલનાથે કહ્યું કે, જેની સત્યતા થોડા જ સમયમાં સામે આવી જશે. અમે ત્રણ વખત વિધાનસભામાં બહુમત સાબિત કર્યું છે. બીજેપી તરફથી જનતાનો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે. લોકતાંત્રિક મૂલ્યોની હત્યા કરવામાં આવી રહી છે. જનતા તેમને કોઈ દિવસ માફ નહીં કરે.
આજે થશે વિશેષ બેઠક
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મધ્યપ્રેદશ વિધાનસભાની વિશેષ બેઠક આજે બે વાગે થશે. જેનો એક માત્ર એજન્ડા કમલનાથ સરકારને વિશ્વાસ મત દ્વારા બહુમતી સાબિત કરવાનો મોકો આપવામાં આવશે. માનવમાં આવી રહ્યું છે કે તેની સાથે રાજ્યમાં પાછલા 15 દિવસોથી વધુ સમયથી ચાલી રહેલા રાજકીય સંકટનું સમાધાન આવી જશે અને કમલનાથ સરકારનું ભવિષ્ય પણ નક્કી થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.