મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હરદીપ સિંહ ડંગ, બિસાહુલાલ સિંહ, અને રઘુરાજ સિંહ કંસાના ગુમ જોવા મળી રહ્યાં છે. એટલે કે તેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જેને લઈને મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહ સતત શોધ ચલાવી રહ્યાં છે. પરંતુ તેમની હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી. ખુરશી બચાવવાની કોશિશ કરી રહેલા મુખ્યમંત્રી કમલનાથ એક એક વિધાયકને મનાવવાની કોશિશ કરી રહ્યાં છે પરંતુ લાગે છે કે વિધાયકો માનવાના મૂડમાં નથી.
સમગ્ર મામલે અમિત શાહની નજરથી કમલનાથને ડર!
ગૃહમંત્રી અમિત શાહની સાથે શનિવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અનેક દોરની બેઠકો કરી. ધર્મેન્દ્ર પ્રધાન પણ મધ્ય પ્રદેશથી જ રાજ્યસભાના સભ્ય છે. બીજી બાજુ કમલનાથ, દિગ્વિજય સિંહ સહિત રાજકીય મામલાની સમિતિએ ભોપાલમાં સીએમ આવાસ પર ડેમેજ કંટ્રોલને લઈને શનિવારે રાતે એક બેઠક કરી. કોંગ્રેસે લાપત્તા 4 ધારાસભ્યોમાંથી અપક્ષ સુરેન્દ્રસિંહ શેરાને સાધવાની ભરપૂર કોશિશ કરી છે.
સરકાર પડવાના ડરે વિક્ટિમ કાર્ડ રમી રહ્યાં છે કમલનાથ
અત્રે જણાવવાનું કે પોતાની સરકાર પડવાના ડરે કમલનાથ વિક્ટિમ કાર્ડ રમી રહ્યાં છે અને લોકોની સહાનુભૂતિ મેળવવાની સતત કોશિશ કરી રહ્યાં છે. તેમણે પોતાના પત્રમાં આરોપ લગાવ્યો કે ભાજપ ધનના જોરે સરકાર પાડવા માંગે છે. જો કે હજુ સુધી તો કમલનાથ એમ જ કહેતા હતાં કે સરકારને કોઈ ખતરો નથી. પરંતુ હવે પત્રના માધ્યમથી તેમણે પોતાની ખુરશી જવાના દર્દને રજુ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.