મધ્યપ્રદેશમાં જાનવરોને ખાવાલાયક હલકી ગુણવત્તાના ચોખાનુ ગરીબોને વિતરણ કરાયુ

કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન મધ્યપ્રદેશમાં પણ બીજા રાજ્યોની જેમ રેશનિંગની દુકાનો પરથી ગરીબોને મફત અનાજ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ દરમિયાન ગરીબોને અપાયેલા ચોખા સાવ હલકી ગુણવત્તાના હોવાનો ઘટસ્ફોટ કેન્દ્ર સરકારના રિપોર્ટમાં થયો છે.કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશ સરકારને પત્ર લખીને કહ્યુ છે કે, સાર્વજનિક વિતરણની સિસ્ટમ હેઠળ રેશનિંગની દુકાનોમાંથી જે ચોખાનુ વિતરણ કરાયુ હતુ તે ચોખા માણસોને ખાવા લાયક હતા નહી.આ ચોખા પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓને ખવડાવવા લાયક ક્વોલિટીના હતા.

સરકારે પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ચોખાના 32 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી કેટલાક સેમ્પલ દુકાનો અને કેટલાક સેમ્પલ ગોડાઉનમાંથી લેવાયા હતા.જેને દિલ્હીની લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવાયા હતા.આ સેમ્પલના રિપોર્ટ પ્રમાણે ચોખાની ગુણવત્તા માણસોને ખાવાલાયક નહોતી.

કેન્દ્ર સરકારના ઉલ્લેખ બાદ મધ્યપ્રદેશમાં વિપક્ષોને ભાજપની સરકાર પર નિશાન સાધવાન મોકો મળ્યો છે.કોંગ્રેસે કહ્યુ છે કે, સરકારે ગરીબોને હલકુ અનાજ પધાવ્યુ છે.જે જાનવરોને ખાવા લાયક હતુ.આ મામલામાં દોષિતોને આકરી સજા કરવામાં આવે.

દરમિયાન ભાજપનુ કહેવુ છે કે, આ મામલાના તાર જ્યારે કોંગ્રેસની સરકાર હતી તે દરમિયાન જોડાયેલા છે.કોંગ્રેસ સરકારે આ અનાજના વિતરણની વ્યવસ્થા કરી હતી.હવે તેમની પોલ ખુલી રહી છે.સરકાર પણ ઈચ્છે છે કે, આ મામલામાં દોષિતોને સજા થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.