મધ્ય પ્રદેશ ના ઈન્દોરમાં રહેનારી મહિલાનું સંદિગ્ધ મોત (Death) થઈ ગયું. મોતના કારણને લઈ પરિજનોએ જે તર્ક આપ્યો છે, તે ખૂબ જ ચોંકાવનારો છે. મહિલા સાવિત્રી બાઈને ગંભીર અવસ્થામાં ગત સોમવારની રાત્રે તેના પતિએ એમ.વાય. હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી.
મળતી માહિતી મુજબ મહિલાના પતિ લીલાધર કોઈ કામથી સિમરોલ ગયા હતા.તે તાત્કાલિક ઘરે પહોંચ્યા તો તેમણે સાવિત્રીને પથારીમાં સૂતેલી જોઈ. નજીકમાં કીટનાશકની બોટલ પડેલી હતી.
લીલાધરના જણાવ્યા મુજબ, પાક પર છંટકાવ માટે ઉપયોગમાં લેવાતા કીટનાશકની બોટલ તેઓ પોતે લઈને આવ્યા હતા અને રૂમના કબાટની ઉપરની તરફ મૂકી હતી. તેમના ઘરમાં ઉંદરોનો ખૂબ જ ત્રાસ છે. આ કારણે દવાઈ ઉપર મૂકી હતી.
આશંકા પ્રમાણે, ઉપરથી ઉંદરોએ બોટલ નીચે પાડી હશે, કારણ કે મહિલા હંમેશા તે સ્થળે સૂતી હતી અને સામાન્ય દિવસની જેમ સૂઈ હશે. ઉપરથી બોટલ પડવાના કારણે કીટનાશક દવા તેના મોંમાં જતું રહ્યું અને તેની હાલત બગડી ગઈ.
સાવિત્રી બાઈના પરિજનોએ તેણે આત્મહત્યા કરી હોવાની આશંકાને નકારી કાઢી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.