Vallabh Bhavan Fire: ભોપાલના સચિવાલય વલ્લભ ભવનના ત્રીજા માળે શનિવારે સવારે અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર રવાના થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આગમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે.
ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. વલ્લભ ભવનના પહેલા, ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આગમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે. જૂની ફાઈલો અને કચરાના ઢગલામાં આગ લાગી હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. થોડી જ વારમાં જ્વાળાઓ ચોથા માળ સુધી પહોંચવા લાગી હતી. મધ્યપ્રદેશના મંત્રાલયની બિલ્ડીંગમાં આગ લાગવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. આ પછી તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.