મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 28 બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે.એ પહેલા દરેક પાર્ટી મતદારોને રીઝવવાના પ્રયાસોમાં છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે તો એલાન કર્યુ છે કે, હવે ખેડૂતોને દર વર્ષે 10000 રુપિયાની મદદ કરવામાં આવશે.ઉપરાંત ખેડૂતોને વગર વ્યાજની લોન મળશે.આ લોન માટે રાજ્યની સહકારી બેન્કોને 800 કરોડની રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખવી હોય તો 28માંથી 9 બેઠકો પર ચૂંટણી જીતવી ફરજિયાત છે.આ સંજોગોમાં ભાજપ સરકાર ખેડૂતોને પોતાની તરફ કરવા માટે પ્રયાસો કરી રહી છે.
બીજી તરફ શિવરાજસિંહ ચૌહાણે એક ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે, હું ટેમ્પરરી મુખ્યમંત્રી છું અને જો પેટા ચૂંટણીમાં નહીં જીતુ તો ટેમ્પરરી જ બની જઈશ.તમે જીતાડશો પછી હું પરમેનન્ટ મુખ્યમંત્રી બનીશ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.