મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરી રહ્યા છે. આ મંત્રીમંડળમાં 28 નવા મંત્રીઓ સામેલ થશે જેમાં સિંધિયા સમર્થકોનો દબદબો જણાઈ રહ્યો છે. શિવરાજ સિંહે બુધવારે કહ્યું હતું કે, ‘મંથન વડે અમૃત જ નીકળે છે. વિષ તો શિવ પી જાય છે.’ મંત્રીમંડળના વિસ્તાર પહેલા શિવરાજના આ નિવેદનના અનેક અર્થ કાઢવામાં આવ્યા હતા. રાજકીય કોરિડોરમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે શિવરાજ આજે મંત્રીમંડળનો વિસ્તાર થઈ રહ્યો છે તેમાં સિંધિયા સમર્થકોના દબદબાથી નારાજ છે.
મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 સભ્યો છે. આ પ્રમાણે મહત્તમ 35 ધારાસભ્યને મંત્રી બનાવી શકાય છે. શિવરાજ સિંહ સહિત કુલ 6 સભ્ય અત્યારે કેબિનેટમાં છે. સિંધિયા સમર્થક તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂતને પહેલા જ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે એપ્રિલમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. આજે શપથ ગ્રહણ કરનારા કુલ 28 મંત્રીઓમાં સિંધિયાના 11 સમર્થકોને સ્થાન મળ્યું છે.
આ 28 મંત્રીઓને મળ્યું કેબિનેટમાં સ્થાન જેમાંથી 20 મંત્રીઓએ કેબિનેટ અને 8 મંત્રીઓએ રાજ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
01 | ગોપાલ ભાર્ગવ | મંત્રી |
02 | વિજય શાહ | મંત્રી |
03 | જગદીશ દેવડા | મંત્રી |
04 | બિસાહૂલાલ સિંહ | મંત્રી |
05 | શ્રીમતી યશોધરા રાજે સિંધિયા | મંત્રી |
06 | ભૂપેન્દ્ર સિંહ | મંત્રી |
07 | એદલસિંહ કષાના | મંત્રી |
08 | વૃજેન્દ્ર પ્રતાપ સિંહ | મંત્રી |
09 | વિશ્વાસ સારંહ | મંત્રી |
10 | શ્રીમતી ઇમરતી દેવી | મંત્રી |
11 | ડૉ. પ્રભુરામ ચૌધરી | મંત્રી |
12 | મહેન્દ્ર સિંહ સિસૌદિયા | મંત્રી |
13 | શ્રી પ્રધ્યુમન સિંહ તોમર | મંત્રી |
14 | શ્રી પ્રેમ સિંહ પટેલ | મંત્રી |
15 | શ્રી ઓમપ્રકાશ સકલેચા | મંત્રી |
16 | સુશ્રી ઉષા ઠાકુર | મંત્રી |
17 | શ્રી અરવિંદ ભદૌરિયા | મંત્રી |
18 | શ્રી મોહન યાદવ | મંત્રી |
19 | શ્રી હરદીપ સિંહ ડંગ | મંત્રી |
20 | શ્રી રાજવર્ધન સિંહ પ્રેમસિંહ દત્તીગાંવ | મંત્રી |
21 | શ્રી ભરત સિંહ કુશવાહ | રાજ્યમંત્રી |
22 | શ્રી ઇંદર સિંહ પરમાર | રાજ્યમંત્રી |
23 | શ્રી રમખેલાવન પટેલ | રાજ્યમંત્રી |
24 | શ્રી રામ (નાનો) કિશોર કાંવરે | રાજ્યમંત્રી |
25 | શ્રી વૃજેન્દ્ર સિંહ યાદવ | રાજ્યમંત્રી |
26 | શ્રી ગિર્રાજ ડણ્ડૌતિયા | રાજ્યમંત્રી |
27 | શ્રી સુરેશ ધાકડ | રાજ્યમંત્રી |
28 | શ્રી ઓ.પી.એસ. ભદૌરિયા | રાજ્યમંત્રી |
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બુધવારે સાંજે મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ સંભાળ્યો હતો. મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અજય કુમાર મિત્તલે તેમને ભોપાલ ખાતે આવેલા રાજ્યભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું સ્વાસ્થ્ય કથળ્યું હોવાથી આનંદીબેનને આ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.