મધ્યપ્રદેશઃ શિવરાજસિંહ ચૌહાણની સરકારે વિધાનસભામાં સાબિત કરી બહુમતી

કોંગ્રેસની કમલનાથ સરકારની વિદાય બાદ મધ્યપ્રદેશમાં ભાજપે સરકાર બનાવી દીધી છે.

સોમવારે સીએમ તરીકે શપથ લેનાર નવા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે વિધાનસભામાં બહુમતી પણ સાબિત કરી દીધી હતી. આ દરમિયાન એક પણ કોંગ્રેસી ધારાસભ્ય હાજર રહ્યો નહોતો. બસપા અને સપા તેમજ અપક્ષ ધારાસભ્યોએ પણ શિવરાજસિંહની સરકારને સમર્થન આપ્યુ છે.

વિધાનસભાનુ આજથી શરુ થયેલુ સત્ર 27 તારીખ સુધી ચાલશે.નવી સરકાર સામે જોકે પડકારો પણ છે. ખાસ તો આગામી 6 મહિનાની અંદર રાજ્યમાં 26 બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે. જેમાંથી 9 બેઠકો શિવરાજસિંહે સત્તા ટકાવી રાખવા માટે જીતવી પડશે.

વિધાનસભામાં કુલ 230 બેઠકો છે.આ પૈકી બે બેઠકો ધારાસભ્યોના નિધનના કારણે ખાલી હતી. 22 બેઠકો પર પૂર્વ કોંગ્રેસી નેતા સિંધિયાના સમર્થક કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધુ હતુ. આમ હાલમાં 24 બેઠોક ખાલી પડેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.