- મધ્યપ્રદેશમાં (Madhyapradesh-MP) લવ એન્ટી લવ જેહાદ બિલ ‘ફ્રીડમ ઑફ રિલિજિન બિલ 2020’ (Freedom of Religion Bill 2020) – ધર્મ સ્વાતંત્રય’ને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. મધ્યપ્રદેશના આ નવા કાયદામાં કુલ 19 જોગવાઈઓ છે, જે અંતર્ગત પોલીસ પીડિતના પરિવારના સભ્યો સામે ધર્માંતરણ અંગે ફરિયાદ કરશે તો કાર્યવાહી કરશે.
જો કોઈ વ્યક્તિ સગીર, એસસી / એસટી (SC/ ST) દીકરીઓ સાથે તેમને લલચાવીને લગ્ન કરવાના આરોપો હેઠળ દોષી સાબિત થશે તો તેને બે વર્ષથી 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે.
મધ્યપ્રદેશના ગૃહ પ્રધાને ફ્રીડમ ઑફ રિલિજિયન બિલ 2020 માં 50 હજારનો દંડ રાખવાની સાથે સંબંધિત સવાલ પર કહ્યું કે દંડની રકમ એટલી વધારે રાખવામાં આવી છે કે ભય પેદા થવો જોઈએ. નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, જો કોઈ પંડિત અથવા મૌલવી પર કોઈ પણ કિસ્સામાં બળજબરીથી લગ્ન કર્યાનો આરોપ લાગશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારનો દાવો છે કે લવ જેહાદને રોકવા માટે આ સૌથી કડક કાયદો બનાવવામાં આવ્યો છે.
યુપી સરકારના પ્રધાન સિદ્ધાર્થ નાથ સિંહે કહ્યું હતુ કે નવા વટહુકમમાં ધર્મ પરિવર્તન માટે બળજબરીના કિસ્સાઓમાં 15,000 રૂપિયા દંડ સાથે 1-5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. જો એસસી-એસટી સમુદાયની સગીર અને મહિલાઓ સાથે આવું થાય છે, તો 25,000 રૂપિયા દંડ સાથે 3-10 વર્ષની જેલની સજા થશે. નજીકના ભૂતકાળમાં UPમાં 100 થી વધુ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાયું હતુ. આવી ઘટનાઓ વધતી જતી હોવાથી UP સરકારે નવેમ્બરમાં રિલિજન કન્વર્ઝન પ્રિવેન્શન ઓર્ડિનન્સ 2020નો (Religion Conversion Prevention Ordinance-2020) વટહૂકમ બનાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.