મધ્યપ્રદેશમાં મળી રહી છે ખાસ પ્રકારની કેરી,1 કેરીની કિંમત છે 1000 રૂપિયા,કેવી હશે આ કેરી જાણો……

કેરીને ફળોનો રાજા કહેવાય તો મહારાણી કોણ. મધ્યપ્રદેશના કટ્ઠીવાડા વિસ્તારમાં એક ખાસ પ્રકારની કેરી મળી રહી છે. તેને ફળોની મહારાણી કહેવાય છે. આ 1 કેરીની કિંમત 1000 રૂપિયા છે.

આ વર્ષે નૂરજહાંના એક ફળની કિંમત 500-1000 રૂપિયાની રખાઈ છે. આ વર્ષે પાક સારો થયો છે. અનેક જગ્યાઓએ તેનું બુકિંગ પહેલાથી થઈ ચૂક્યું છે.

મળતી માહિતી અનુસાર નૂરજહાંનું ફળ ગુજરાતના કેરી રસિકોમાં પ્રિય છે. તેનું એક કેરીનું વજન 2થી 3.5 કિલોનું હોય છે.

2019માં આ કેરીનું સામાન્ય વજન 2.75 ગ્રામ રહેતું અને ગ્રાહકો તેને 1200 રૂપિયામાં ખરીદતા હતા. ઉલ્લેખનીય છે કે આ કેરીના મ્હોર જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં લાગતા અને તેની શરૂઆત જૂન મહિનામાં થતી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.