કમઁનિષ્ઠા:મહિલા પોલીસકમીઁ લગ્નના બીજા જ દિવસથી ફરજ પર થયા હાજર


રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્યની પોલીસ ખડેપગે રહીને ફરજ બજાવી રહી છે. ઘણા પોલીસકર્મીઓ તો પરિવારન સુખ અને દુ:ખના સમયમાં પણ પરિવારની સાથે નહીં રહીને તેમની ફરજ પર અડગ રહે છે, ત્યારે આવો જ એક કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે. જેમાં મહિલા પોલીસકર્મી લગ્નનાં એક દિવસ બાદ જ તેમની ફરજ પર પરત ફર્યા હતા.

લગ્નના કારણે મહિલા પોલીસકર્મીને રજા આપવામાં આવી હતી પરંતુ તેઓએ કોરોનાની મહામારીના કારણે

તેમના લગ્નનાં એક જ દિવસ બાદ અંગત જીવનને પ્રાધાન્ય નહીં આપીને ફરજ પર પોલીસ સ્ટેશનમાં હાજર થવાના કારણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના PSI આર.પી. જાડેજા અને તેમના સ્ટાફે મહિલા પોલીસકર્મીનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત મોરબીને DySP રાધિકા ભરાઈએ પણ મહિલા પોલીસકર્મીને શુભેચ્છાઓ પાઠવી હતી.ફરજને પ્રાધાન્ય આપીને પોતાની રજા પર સ્વેચ્છિક રીતે કાપ મૂકીને લગ્નના એક દિવસ બાદ પોલીસ સ્ટેશનમાં સમયસર તેમની ફરજ પર હાજર થતા હતા ત્યારે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા ફરજ પ્રત્યે કાર્યનિષ્ઠ મહિલા પોલીસકર્મીનું ફૂલનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર મોરબી જિલ્લામાં આવેલા વાંકાનેર પોલીસમાં ફરજ બજાવતા મહિલા LRD પ્રફુલાબા પરમારના લગ્ન ટંકારાના આર્યસમાજ ખાતે 17 મેનાં રોજ પરિવારનાં 12 સભ્યોની હાજરીમાં થયા હતા. લગ્નબાદ સાસરીયે ગયેલા LRD પોતાની ફરજ પ્રત્યે કાર્યનિષ્ઠ રહ્યા હતા અને પોલીસ દ્વારા આપવામાં આવેલી રજા પર પણ કોરોનાની મહામારીના કારણે કાપ મૂકીને લગ્નબાદ એક જ દિવસની રજા લઇને તેઓ પોતાની ફરજ પર લગ્નના એક દિવસ પછી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.