હિન્દૂવાદી નેતા અને હિન્દૂ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીના તેમના પૈતૃક ગામ સીતાપુર સ્થિત મહમૂદાબાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શુક્રવારે કમલેશ તિવારીની તેમના કાર્યાલયે હત્યા કરી દેવાઇ હતી. આ મામલે અત્યાર સુધીમાં પાંચ લોકોને પકડવામાં આવ્યા છે. ત્યારે કમલેશ તિવારીના પુત્ર સત્યમનું કહેવું છે કે તેમને યુપી સરકાર પર ભરોસો નથી. અને કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી પાસે કરાવવી જોઇએ. સિક્યોરિટી ગાર્ડ્સની હાજરી હોવા છતાં તેમના પિતાની હત્યા કરી દેવામાં આવી. તેવામાં આપણે સરકાર પર કેવી રીતે વિશ્વાસ મુકી શકીએ. હાલમાં સમગ્ર હત્યાકાંડની તપાસ યુપી એસઆઇટી કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.