મૃતદેહ રાજકોટ લઇ જતાં એમ્બ્યુલન્સ ચાલકને પોલીસે માર્યો, ગોંડલના સામાજિક કાર્યકર સાથે દંડાવાળી,સસ્પેન્ડ કરવાની માંગ

ગોંડલઃ ગોંડલ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ સાંજના સમયે ગુંદાળા રોડ પર રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના 35 વર્ષીય યુવાનનું બીમારી સબબ મોત નિપજયુ હોય તેના મૃતદેહને લઈ રાજકોટ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે કોઠારીયા સ્કોડા શોરૂમ પાસે પોલીસના કોઈ બે અધિકારીએ કોઈપણ જાતની વાત સાંભળ્યા વગર માર મરાતા પ્રફુલભાઈ રાજ્યગુરુ ઇજાગ્રસ્ત થયા હતા. તેમ છતાં પણ તેઓએ મૃતદેહ રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. અને જ્યાંથી તેઓ પરત ફરી ગોંડલ હોસ્પિટલ સારવાર માટે દાખલ થયા છે. આ હુમલાના પગલે નામી સંસ્થાઓ દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃતિઓ સ્થગીત કરવાનો નિર્ણય આગેવાનોએ લીધો છે.

માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઇ રાજ્યગુરુ ઉપર બે પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા હિચકારા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. હુમલાને લઇને સરકારી દવાખાના ખાતે ગોપાલભાઈ ટોડીયા, ગોરધનભાઈ પરડવા સહિત શહેરની નામી-અનામી સંસ્થાઓના આગેવાનો તેમજ સદસ્યો ઘસી આવ્યા હતા અને છેલ્લા આઠ દસ દિવસથી ચાલી રહેલ તમામ સેવાઓ સ્થગિત કરવાની ચીમકી આપી પ્રફુલભાઈ રાજ્યગુરુ ઉપર હુમલો કરનાર બંને અધિકારીઓને 24 કલાકમાં સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.