પોતાને ચેપ લાગવાના ભયે કબ્રસ્તાનના કર્મચારીઓ,મૃતદેહને હાથ લગાડવો ન પડે તે માટે મૃતદેહોને,ડિગર મશીન વડે નાખી રહ્યા છે કબરોમાં

કબ્રસ્તાનમાં જોવા મળ્યું હતું કે પોતાને ચેપ લાગવાના ભયે કબ્રસ્તાનના કર્મચારીઓ મૃતદેહને હાથ લગાડવો ન પડે તે માટે મૃતદેહોને ડિગર મશીન વડે કબરોમાં નાખી રહ્યા છે. ડીગરથી કબરમાં ઠલવાતા મૃતદેહનો એક વીડિયો ઘણો વાયરલ થયો હતો.

જો કે એ કયા ગામનો છે એ સ્પષ્ટ નથી. બીજી બાજુ ઉત્તર પ્રદેશની એક હોસ્પિટલમાં ઑક્સિજનના અભાવે અને તબીબી કર્મચારીઓની હાજરીના અભાવે એક કોરોનાગ્રસ્ત મહિલાની બે પુત્રીઓમાંની એક પોતાની માતાને મોં વડે શ્વસન કરાવી રહેલી જોવામાં આવી હતી.

આ વકરેલા રોગચાળાની સાથે તેને લગતી ડરાવી દે તેવી અને હચમચાવી નાખે તેવી વધુને વધુ તસવીરો બહાર આવી રહી છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.