વાસણા વિસ્તારમાં એક પરિણીતાએ, આપઘાત કરતા,મૃતક પરિણીતાના પિતાએ, કર્યો છે આક્ષેપ

વાસણા વિસ્તાર માં એક પરિણીતાએ જાન્યુઆરી મહીનામાં આપઘાત કરતા હવે આ મામલે સાસરિયાઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં મૃતક પરિણીતાના પિતાએ આક્ષેપ કર્યો છે કે, તેમની દીકરીને પતિ , સાસુ-સસરા  ખૂબ ત્રાસ આપતા હતા. એકવાર નોકરીએથી પરત આવતી વખતે પરિણીતાને તેના પતિએ રોડ પર છૂટ્ટો ફેન મારી દીધો હતો. જેથી દીકરી ડરીને બેભાન થઈ ગઈ હતી.

આટલું જ નહીં, પરિણીતાને એકલી કેનેડા કમાવવા જવાનું દબાણ કરી પણ ત્રાસ ગુજારવામાં આવતો હતો. અંતે પરિણીતાએ કંટાળીને પોતાના પિયરમાં આપઘાત કરી લીધો હતો.

પરિણીતાએ એકલી જવાની ના પાડી તો તેને અહીં નોકરી સાથે બિઝનેસ કરવા દબાણ કરતા હતા. આટલું જ નહીં. પત્ની દર મહિને ઘરમાં ૨૦ હજાર આપતી હોવા છતાં તે વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. તેણીને માર મારતા  હતો.  જે બાદમાં તેણી પિયરમાં આવી ગઈ હતી. પરિણીતાએ ગત તારીખ ૨૦મીના રોજ પરિણીતાએ તેના પિયરમાં જ ગળેફંસો ખાઈ આપઘાત કરી લીધોહતો. વાસણા પોલીસે પરિણીતાના સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.