કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસ વિશે બોલતાં રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પાસે ટ્વીટર પર જવાબ માગ્યો હતો. આ બંને ભાઇબહેને યોગીના રાજ્યમાં વધી રહેલી અપરાધખોરીની આકરી ટીકા કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ દલિત બેટીને જીવતે જીવ તો ઠીક, મર્યા પછી પણ ન્યાય ન મળ્યો. ભારતની એક પુ્ત્રી પર ગેંગરેપ થાય છે, એની હત્યા થાય છે ત્યારે તથ્યો દબાવી દેવામાં આવે છે. યુવતી મરણ પામે ત્યારે એના કુટુંબીઓના અંતિમ સંસ્કારના અધિકારને પણ છીનવી લેવામાં આવે છે. આ વર્તન અન્યાયી અને અપમાનજનક છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર લખ્યું કે રાત્રે બે વાગ્યે મરનાર યુવતીના કુટુંબીએા કરગરતા રહ્યા પરંતુ પોલીસે તેમનું સાંભળ્યું નહીં અને પોતે જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા. આ યુવતી પર અત્યાચાર થયો ત્યારે પહેલાં સમયસર સારવાર ન આપી અને એ મરણ પામી ત્યારે એના પરિવારના અંતિમ સંસ્કારના અધિકારને પણ છીનવી લેવામાં આવ્યો. સ્થાનિક વહીવટી તંત્રે મૃતદેહને જલાવી નાખ્યો.
બીજી એક ટ્વીટમાં પ્રિયંકાએ લખ્યું કે તમે માનવતાવિહોણું વર્તન કર્યું છે. અપરાધીઓને સજા કરવાને બદલે તમે જાતે અપરાધી જેવું વર્તન કર્યું. એક માસુમ બાળા સાથે અને એના પરિવાર સાથે એમ બમણો અત્યાચાર કર્યો. યોગી આદિત્યનાથ જરા પણ શરમ હોય તો રાજીનામું આપી દો. આપના શાસનમાં ન્યાય નહીં, ફક્ત અન્યાય ગાજે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.