MS યુનિ.માં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી,શહીદ દીન નિમિત્તે પુષ્પાંજલિને લઈ મારામારી

MS યુનિ.માં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે  શહીદ દીન નિમિત્તે પુષ્પાંજલિને લઈ મારામારી થઈ હતી. પ્રથમ પુષ્પાંજલિ કોણ કરશે તેના મુદ્દે બબાલ થઈ હતી.

કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસે થઈ બંને વિદ્યાર્થી સંગઠન બાખડી પડ્યા હતા. ત્યારે વિજિલન્સના જવાનો વિદ્યાર્થીઓને છોડાવવા વચ્ચે પડ્યા હતા.

અને આખરે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી રોકવા પોલીસ પહોંચી હતી. આજે શહીદ દિવસ છે અને એ નિમિત્તે પુષ્પાંજલિને લઈને વિવાદ થયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.