મુકેશ અંબાણીની Relianceએ રચી દીધો ઈતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દેશની પ્રથમ કંપની

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું માર્કેટ કેપ મંગળવારે 9.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી આ સ્તર સુધી પહોંચનાર પહેલી ભારતીય કંપની બની છે. શેર બજારમાં મંગળવારે કંપનીનાં શેરમાં 3.4 ટકાનો વધારો થયો છે. આ તેજીને કારણે રિલાયન્સનો શેર આજે 1506.75નાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. આ પહેલાં ગત મહિને RILનું માર્કેટ કેપ 9 લાખ કરોડને સ્પર્શી ગયું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગત મહિને ઘોષણા કરી હતી કે, એક નવી સબસિડરી શરૂ કરશે. આ સબસિડરીમાં ડિજિટલ ઈનિશિએટિવ અને એપ બિઝનેસ આવશે. કંપનીએ આ માટે 1.08 લાખ કરોડ ઈન્વેસ્ટ કરવાની યોજના છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સૌથી વધારે ડિજિટલ સેવાઓ આપતી કંપની હશે.

આ નવું સ્ટ્રક્ચર એજ્યુકેશન, હેલ્થકેર અને ટેક્નોલોજી સેક્ટરમાં સર્વિસ આપવાની સાથે નવી પેઢીની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ નવા બિઝનેસમાં AI અને બ્લોકચેન પણ સામેલ હશે. બેંક ઓફ અમેરિકાના મેરિલ લિંચે અનુમાન લગાવ્યું છે કે, RIL આવતાં બે વર્ષમાં 200 અરબ ડોલરની કંપની બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, RIL પોતાના નવા કોમર્સ વેન્ચર, ડિજિટલ વેન્ચર અને બ્રોડબેંક ઓપરેશન મારફતે 200 અરબ ડોલરની કંપની બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.