એમેઝોનને પોતાના ભાગીદાર ફ્યુચર ગૃપ વિરૂધ્ધ રવિવારે વચગાળાની રાહત મળી છે. સિંગાપુર સ્થિત એક આર્બિટ્રેશન કોર્ટે વચગાળાનો હુકમ આપતા ફ્યુચર ગૃપ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને 24,713 કરોડ રૂપિયામાં પોતાનો રિટેલ બિઝનેશ વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, એમેઝોને કિશોર બિયાનીની આગેવાની હેઠળની કંપની દ્વારા પોતાનો રિટેલ બિઝનેશ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચવાનો નિર્ણય કરાયા બાદ ફ્યુચર ગૃપને આર્બિટ્રેશન કોર્ટમાં લઇ ગઇ છે.
એમેઝોન વિરૂધ્ધ ફ્યુચર વિરૂધ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ કેસમાં એકમાત્ર આર્બિટ્રેશન વીકે રાજાએ એમેઝોનનાં તરફેણમાં વચગાળાનો ચુકાદો સંભળાવ્યો છે, તેમણે ફ્યુચર ગૃપને હાલ તુરંત સોદાને રોકવાનું કહ્યું છે, તેમણે કહ્યું કે જ્યાં સુધી કેસમાં આર્બિટ્રેશન કોર્ટ અંતિમ ચુકાદો ન સંભળાવે ત્યાં સુધી સોદો થઇ થઇ શકશે નહીં.
એમેઝોનના પ્રવક્તાએ પણ આર્બિટ્રેશન કોર્ટનાં આ ચુકાદાની પુષ્ટી કરી છે, તેમણે કહ્યું કે મધ્યસ્થતા કોર્ટે કંપની દ્વારા માંગવામાં આવેલી રાહત આપી છે, તેમણે કહ્યું કે એમેઝોન મધ્યસ્થતા પ્રક્રિયા ઝડપથી પુરી થશે તેવી આશા રાખે છે, એમેઝોનનાં પ્રવક્તાએ કહ્યું અમે કટોકટીની પરિસ્થિતીમાં આર્બિટ્રેશન કોર્ટનાં આ નિર્ણયનું સ્વાગત કરીએ છિએ, અમે આ ચુકાદા માટે આભારી છિએ, તે અમારા માટે રાહત દાયક છે, અને અમે મધ્યસ્થતા પ્રક્રિયાનાં તાત્કાલિક નિવારણ માટે પ્રતિબધ્ધ છિએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.