રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ નથી રહ્યા.
ચીનના ઉદ્યોગપતિ અને અલીબાબા વેબસાઈટના સ્થાપક જેક મા હવે મુકેશ અંબાણીથી આગળ નિકળીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.બ્લૂમબર્ગ ઈન્ડેક્સમાં દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં હવે જેક મા 18મા અને મુકેશ અંબાણી 19મા સ્થાને છે.એશિયામાં જેક મા પહેલા ક્રમે છે.
શેરબજારમાં કડાકાના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં 5.8 અબજ ડોલર ઘટી હતી.હવે તેમની સંપત્તિ 41.9 અબજ ડોલર છે અને જેક માની સંપત્તિ 44.5 અબજ ડોલર છે.
સોમવારે રિલાયન્સના શેરોમાં આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.રિલાયન્સના શેરનો ભાવ એક તબક્કે 13.65 ટકા ઘટીને 1094 રુપિયા થઈ ગયો હતો.શેરના ભાવ ઘટયા બાદ રિલાયન્સની માર્કેટ કેપ 7.08 લાખ કરોડ રુપિયા રહી હતી.
જોકે સોમવારે બજાર બંધ થયુ ત્યાં સુધીમાં શેરની કિંમત વધીને 1114 રુપિયા થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.