ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે, વેક્સીનનો બીજો ડૉઝ લીધા બાદ લોકોને, રસીકરણ માટે જાગૃત્ત થવાંનો સંદેશ આપતા જણાવ્યું હતું

સૌ તબક્કાવાર રસી મુકાવે’ એમ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે વેક્સીનનો બીજો ડૉઝ લીધા બાદ લોકોને રસીકરણ માટે જાગૃત્ત થવાંનો સંદેશ આપતા જણાવ્યું હતું.

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે વેક્સીનનો પ્રથમ ડૉઝ ઓલપાડના દિહેણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લીધો હતો, ત્યારબાદ નિયત સમય વિત્યા બાદ ઓલપાડ આરોગ્ય કેન્દ્ર ખાતે રસીનો બીજો ડૉઝ લીધો હતો. તેમણે લોકો સ્વયંભૂ જાગૃત્તિ કેળવે એવો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘માસ્ક અને વેક્સીન આપણા આરોગ્ય માટે સંજીવની છે. કોરોનાને હરાવવા રસી મૂકાવવી જરૂરી છે. વેક્સીનની કોઈ આડઅસર થતી નથી.

મુકેશ પટેલે વધુમાં કહ્યું કે, રસી લીધા બાદ મને કોઈ પણ આડઅસર થઈ નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. ભારતીય રસી તમામ ધારાધોરણને અનુસરીને પ્રમાણિત થઈ છે. આપણા પોતાના માટે અને પરિવારના સ્વાસ્થ્ય માટે પણ સૌએ કોવિડ-19 રસીનો ડૉઝ અવશ્ય લેવો જોઈએ.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.