આજે વહેલી સવારે કડક સુરક્ષાની સાથે મુખ્તાર અંસારી ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં પહોંચ્યો છે. અહીં મુખ્તાર અંસારીને બેરેક નંબર 15માં રાખવામાં આવશે.
પંજાબની રોપડ જેલથી અંસારીને બાંદા જેલલાવવામાં આવ્યો છે. મુખ્તાર અંસારીની પત્નીએ ફેક એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં પંજાબથી ઉત્તરપ્રદેશ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. ઉત્તરપ્રદેશમાં મુખ્તાર વિરુદ્ધ કુલ 52 કેસ દાખલ છે અને સાથે જ મુખ્તાર અંસારી ગેંગના 96 સભ્યની પણ ધરપકડ થઈ છે.
બુધવારે વહેલી સવારે 4.30 મિનિટે મુખ્તાર અંસારીને ગેટ નંબર 2થી બાંદા જેલમાં પ્રવેશ અપાયો. હવે તેનું નવું સરનામું બેરેક નં 15 છે. સુરક્ષાને ઘ્યાનમાં રાખીને અંસારીને બુલેટ પ્રફ જેકેટ પણ પહેરાવાયું હતું.
બેરેક નંબર 15 તન્હાઈ સેલ છે. જ્યાં અન્ય કોઈ કેદી પણ મુખ્તારની સાથે હશે નહીં. મુખ્તારના યૂપીથી આવવાથી લઈને અનેક કેસમાં સુનાવણી કરાશે, રોપડ જેલમાં અનેક કેસનું ટ્રાયલ પણ શરૂ થઈ શક્યું નથી.
મુખ્તારની એમ્બ્યુલન્સની આગળ પાછળ અને સાઈડમાં પણ પોલિસના વાહનોનો કાફલો રહ્યો હતો. પોલીસના કાફલાની પાછળ મીડિયાની ગાડીઓ ચાલી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.