બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ગાડી પર મંગળવારે શાહી ફેંકવામાં આવી અને કાળા ઝંડા દેખાડવામાં આવ્યા. મુઝફ્ફરપુરમાં ગરીબ જનક્રાંતિ પાર્ટીના કાર્યકર્તાઓએ નીતીશ કુમારને કાળા ઝંડા દેખાડતા પ્રદર્શન કર્યું.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ગાડી પર મંગળવારે શાહી ફેંકવામાં આવી અને કાળા ઝંડા દેખાડવામાં આવ્યા. મુઝફ્ફરપુરમાં ગરીબ જનક્રાંતિ પાર્ટીના કાર્યકર્તાઓએ નીતીશ કુમારને કાળા ઝંડા દેખાડતા પ્રદર્શન કર્યું.
મુખ્યમંત્રી નીતીશ કુમારનો ભારે વિરોધ થયો હતો. સાથે નારેબાજી પણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે ગરીબ જનક્રાંતિ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ઉમાશંકર યાદવ અને જિલ્લા વિદ્યાર્થી અધ્યક્ષ કુમારની ધરપકડ કરી છે. નીતીશ કુમાર એસકે એમસીએચમાં પીએસીયૂ અને અન્ય યોજનાઓના ઉદ્ધાટન અને શિલાન્યા કરવા પહોંચ્યા હતા.
બન્ને લોકોને મુખ્યમંત્રીની યાત્રામાં વિક્ષેપ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીની યાત્રા માટે કડક બંદોબસ્ત છતા આટલી મોટી ચૂક કેવી રીતે રહી ગઇ, તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ બન્ને આરોપીની પૂછપરછ હાથ ધરી છે.
મુખ્યમંત્રી નીતીશ કુમાર મુઝફ્ફરપુરના ઝપહાંમાં કૃષ્ણ નંદન સહાયની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. સ્વર્ગીય સહાય પટનાના લોકપ્રિય મેયર હતા. તેમની લોકપ્રિયતાનું અનુમાન આ વાત પરથી લગાવી શકાય છે કે સાત વખત પટનાના મેયર તરીકે નિમાયા હતા. સ્વર્ગીય સહાયની પ્રતિમા મુઝફ્ફરપુરના ઝપહાં સ્થિત તિરહુત શારીરિક શિક્ષણ પ્રશિક્ષણ મહાવિદ્યાર્લમાં સ્થાપિત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.