હાલ 26 મી જાન્યુઆરી-2021નાં રોજ રાષ્ટ્રપતિના હસ્તે સુરત નાગરિક સંરક્ષણ દળના બે સ્વયંસેવકોને ‘જીવન રક્ષા પદક’ આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત સંરક્ષણદળના બે સ્વયંસેવકોને મુખ્યમંત્રી દ્વારા ચંદ્રક એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જીવન રક્ષા પદક’ મેળવનાર નાગરિક સંરક્ષણ દળના સેકટર વોર્ડન વિજય અજીતભાઈ છૈરા અને ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન પ્રકાશકુમાર બી.વેંકરીયાએ પાણીમાં ડુબવા, દુર્ધટનાઓમાં કોઈ પણ વ્યકિતને કરંટ લાગવો, ભુસ્ખના, પ્રાણીઓ દ્વારા થયેલા હુમલાઓ જેવી દુર્ધટનાઓ સમયે કોઈ પણ વ્યકિતનું જીવન બચાવવા બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે
તાજેતરમાં કુદરતી તથા માનવસર્જિત આપત્તિઓમાં લોકોને મદદરૂપ થવા માટે એન.ડી.આર.એફ સાથે સાંકળી લેવામાં આવેલ છે. મુખ્ય કામગીરી આપત્તિ સામે ઝઝુમવાની તાલીમ આપવાની છે કે જેથી જાનહાનિ નહિવત થાય અને જીવ જરૂરી ઔદ્યોગિક યુદ્ધ અને કુદરતી આપત્તિ સમયે બચાવની કામગીરીનો હેતુ રહેલો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.