કોરોનાકાળ વચ્ચે દિવાળી પર્વની શરૂઆત થઈ ચુકી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયોના માધ્યમથી રાજ્યના નાગરિકોને દિવાળીની શુભકામના પાઠવી છે.
CM રૂપાણીએ જણાવ્યુ હતુ કે, દિવાળીનું પર્વ તમામ લોકોના જીવનમાં ખુશી લાવે. આપણે કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના પર્વની ઉજવણી કરવાની છે. તેમણે કહ્યું, કોરોનાથી દૂર રહી દિવાળી ઉજવીએ. આ વર્ષે હારશે કોરોના જીતશે ગુજરાત.
મુખ્યમંત્રી રાજકોટમાં ઉજવશે દિવાળી
CM વિજય રૂપાણી રાજકોટમાં દિવાળી ઉજવશે. તેઓ આવતીકાલે સવારે 10 કલાકે રાજકોટ પહોચશે. દિવાળી ઉજવણી બાદ રાત્રે 10 વાગ્યે ગાંધીનગર પરત ફરશે. CM ચોપડા પૂજનમાં પણ ભાગ લેવાના છે. રૂપાણી ગરેડિયા કુવારોડની પેઢી ખાતે ચોપડા પૂજનમાં ભાગ લેશે. આ સિવા તેઓ રાજકોટમાં ભાજપના અગ્રણી નેતાઓ, હોદેદારો અને કાર્યકર્તાઓને પણ મળશે.
સિવિલ હોસ્પિટલમાં ઉજવાશે દિવાળી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ દિવાળી ઉજવશે. કોરોના વોરિયર્સ સ્ટાફ નવા વર્ષના વધામણાં હોસ્પિટલમાં જ કરશે. દિવાળીના પર્વ પર સિવિલ હોસ્પિટલને ઘરની જેમ શણગારાયુ છે. અહીના નર્સિંગ સ્ટાફ દ્વારા વિશેષ રંગોળી બનાવાઇ છે. કોરોના વોરિયર્સની થીમ પર આ રંગોળી બનાવાઈ છે. રંગોળીમાં તબીબો, પોલીસ, મીડિયાકર્મી અને સફાઈ કામદાર સહીતના કોરોના વોરિયર્સને બિરદાવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.