રાજકોટમાં અનેક ગુનાહ આચરી જેલ ભેગો થયેલ ગુનેગારે પોતાની પૂર્વ પ્રેમિકાના ઘરે જઈ તેની સાથે પાછો ધરરા સંબંધ રાખવાનું કહી ઘરમાં તોડફોડ કરી જેથી એક સંતાનની મતા કે જે તેની પૂર્વ પ્રેમિકા હતી તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી
News Detail
રાજકોટમાં અનેક ગુનાહ આચરી જેલ ભેગો થયેલ ગુનેગારે પોતાની પૂર્વ પ્રેમિકાના ઘરે જઈ તેની સાથે પાછો ધરરા સંબંધ રાખવાનું કહી ઘરમાં તોડફોડ કરી જેથી એક સંતાનની મતા કે જે તેની પૂર્વ પ્રેમિકા હતી તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી રાજકોટનો નામચીન ગુનેગારે ગોકુલધામ પાસેના આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી એક સંતાનની માતાને ધરાર સંબંધ રાખવાનું કહી મકાનમાં તોડફોડ કરી રૂ.૬૦ હજારનું નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી રાધિકાબેન મહેન્દ્રભાઇ મકવાણાએ આંબેડકરનગરના નામચીન હિરેન ગોવિંદ પરમાર નામના શખ્સે ધરાર સંબંધ રાખવાનું કહી ટીવીમાં તોડફોડ કરી રૂા.૬૦ હજારનું નુકસાન કર્યાની માલવીયાનગરમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. પરિણીત હિરેન પરમાર સાથે અગાઉ પ્રેમ સંબંધ હોવાથી એકાદ માસ સુધી પોતાના ત્રણ વર્ષના પુત્ર કેવિન સાથે રહી હતી. દરમિયાન હિરેન પરમાર સામે હત્યાની કોશિષ અને દારૂ અંગેના ગુના નોંધાતા તેની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો હોવાથી રાધિકા પોતાના અન્ય બોય ફ્રેન્ડ કિશન ડોડીયા સાથે રહેવા માટે ગોકુલનગર આવાસ યોજનાના કવાર્ટરમાં જતી રહી હતી. જેલમાંથી છુટેલા હિરેન પરમારે ફરી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યુ હતુ પરંતુ રાધિકા પરમારે સંબંધ રાખવાની ના કહેતા ઉશ્કેરાયેલા હિરેન પરમારે મકાનમાં તોડફોડ કરી રૂા.૬૦ હજારનું નુકસાન કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.