શેરબજારમાં લિસ્ટેડ ફિલાટેક્સ ફેશન્સે રોકાણકારોની ચાંદી કરી દીધી છે. માત્ર એક જ વર્ષથી મોજાં બનાવતી આ કંપનીના સ્ટોકે સાડા ત્રણ ગણાથી વધુ રિટર્ન આપ્યું છે
News Detail
- શેરબજારમાં લિસ્ટેડ ફિલાટેક્સ ફેશન્સે રોકાણકારોની ચાંદી કરી દીધી છે. માત્ર એક જ વર્ષથી મોજાં બનાવતી આ કંપનીના સ્ટોકે સાડા ત્રણ ગણાથી વધુ રિટર્ન આપ્યું છે. શેરમાં સતત ખરીદીના કારણે ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. 4 નવેમ્બરના રોજ BSE પર શેર 3.47 ટકા વધીને 17.90 રૂપિયા પર બંધ થયો હતો, જે મે 2015 પછીનું સર્વોચ્ચ સ્તર છે.
નવેમ્બર 2021 સુધીમાં Philatex Fashions ના શેરની કિંમત 3.86 રૂપિયા હતી. જો કે તે પછી ધીમે ધીમે તેમાં ખરીદીનો ટ્રેન્ડ પાછો ફર્યો. 19 સપ્ટેમ્બર 2022ના રોજ શેરની કિંમત 6.90 રૂપિયા પર પહોંચી હતી. પરંતુ તેના પછી આ શેરમાં તોફાની તેજી શરૂ થઈ હતી અને હવે તે 4 નવેમ્બરે 18 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.
એક વર્ષમાં 370 ટકા રિટર્ન
જો ગણતરી કરવામાં આવે તો ગયા વર્ષે નવેમ્બરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ 370 ટકાના ઉછાળા સાથે 4.70 લાખ રૂપિયા થઈ ગયું છે. આ ઊંચાઈએ પહોંચ્યા પછી, પ્રોફિટ-બુકિંગને કારણે ભાવમાં થોડી નરમાઈ આવી હતી અને તે લપસીને 17.90 રૂપિયા પર બંધ થયો હતો.
શું છે કંપનીનો બિઝનેસ ?
Filatex Fashions મોજાંનું ઉત્પાદન કરે છે અને કોટન પ્રોડક્ટ્સને લગતો બિઝનેસ કરે છે. તેના ઉત્પાદનો Tuscany, Smart Man, Reunjon અને Bella ના બ્રાન્ડ નામો હેઠળ વેચાય છે. કંપનીની ફેક્ટરી તેલંગાણાના મેડક જિલ્લામાં આવેલી છે. તે જ સમયે મેક્સવેલ (વીઆઈપી ગ્રુપ), ફિલા ઈન્ડિયા, એડિડાસ, પાર્ક એવન્યુ અને ટોમી હિલફિગર જેવી મોટી બ્રાન્ડ્સ આ કંપનીના ક્લાયન્ટ છે.
કંપનીના આર્થિક ડેટાની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળા કંપની માટે સારો રહ્યો નથી. એપ્રિલ-જૂન 2022માં કંપનીને માત્ર 4 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો, જ્યારે અગાઉ જાન્યુઆરી-માર્ચમાં નફાનો આ આંકડો 2.52 કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન આવક પણ જૂન 2022 ક્વાર્ટરમાં 66.23 કરોડ રૂપિયાથી ઘટીને 37.98 કરોડ રૂપિયા થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.