કોવેક્સિનના પ્રોડક્શન માટે,મુંબઈની હાફકિન ઈન્સ્ટીટ્યૂટને પરવાનગી

મહારાષ્ટ્ર સરકાર તરફથી મળતી મહિતી અનુસાર રસી ઉત્પાદન મુંબઈમાં કરવામાં આવશે. આ મંજૂરી બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીનો આભાર માન્યો છે.

મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પહેલા કેન્દ્રને વિનંતી કરી હતી કે તે હાફકિન ઈન્સ્ટીટ્યૂટને કોવેક્સિનના ઉત્પાદનની પરવાનગી આપે. વર્તમાનમાં આનુ નિર્માણ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા કરવામં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ માટે કેન્દ્રએ પોતાની મંજૂરી આપી દીધી છે.

ભારત બાયોટેક રસીના પ્રોડક્શન માટે હાફકિન ઈનસ્ટીટ્યૂટની સાથે પોતાની ટેક્નિક શેર કરશે. જે બાદ રસીનું ઉત્પાદન શરુ કરશે.

કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યુ કે ભારતની ડ્રગ્સ ઓથોરિટી વિદેશમાં નિર્મિત રસીના મર્યાદિત ઈમરજન્સી ઉપયોગ માટે આવેદન મળવા પર 3 દિવસની અંદર આના પર નિર્ણય કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.