મુંબઇમાં આજથી વધુ 753 લોકલ ટ્રેન દોડશે, તહેવારોમાં મુંબઇગરાને રેલવેની ભેટ

– જો કે અગમચેતી રાખવાની સલાહ આપી

દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને આજથી એટલે કે બીજી નવેંબરથી મહાનગર મુંબઇમાં વધુ 753 લોકલ ટ્રેનો દોડતી થશે એવી જાહેરાત રેલવે તંત્ર તરફથી કરવામાં આવી હતી. સાથોસાથ એવી સલાહ પણ આપવામાં આવી હતી કે કોરોનાના ચેપથી બચવા અગમચેતીનો ખ્યાલ જરૂર રાખજો.

આજે 753 લોકલ ટ્રેનો શરૂ કરવા સાથે મુંબઇ મહાનગરમાં દોડતી લોકલ ટ્રેનોની સંખ્યા 2773ની થશે.

રેલવે પ્રધાન પિયૂષ ગોયલે કહ્યું હતું કે ટ્રેનની સંખ્યા વધવાથી યાત્રીઓની સગવડ સચવાશે અને તેમને સુરશક્ષિત પ્રવાસ કરવાની તક મળશે. જો કે તેમણે કહ્યું હતું  કે યાત્રીઓ સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક જેવી અગમચેતી ધ્યાનમાં રાખે એ એમના પોતાના હિતમાં છે. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકારે રેલવે મંત્ર્યાલયને વિનંતી કરી હતી કે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને લોકલ ટ્રેનોની સંખ્યા વધારો.

મુંબઇમાં રોજ પચાસથી સાઠ લાખ લોકો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. ધસારાના સમયે તો ટ્રેનોમાં બેસુમાર ભીડ હોય છે. મોટી વયના લોકો, અપંગો કે બીમાર વ્યક્તિ તો ટ્રેનમાં ચડી કે ઊતરી ન શકે એવી ભીડ થાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.