મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે બુધવારે પણ વરસાદ રહેવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે ત્યારે વિભાગે તે પણ જણાવ્યું છે કે, આદે મુંબઈમાં 3.65 મીટર હાઈટાઈડ આવવાની શક્યતા છે. મુંબઈમાં આખીરાત વરસાદ પડ્યો અને ભારે વરસાદના કારણે સવારે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાય ગયું જેનાથી માર્ગો અને રેલવે પર અસર પડી. અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ અને પશ્ચિમી ઉપનગરોમાં મંગળવારે મોડી રાત્રી વરસાદ શરૂ થઈ હતી. મુંબઈમાં રાત્રે થોડા કલાકોની અંદર ભારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના મુંબઈ કેન્દ્રના ઉપ મહાનિદેશ કેએસ હોસાલિકરે કહ્યું કે, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો જે અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદમાંથી એક છે. તેમણે બુધવારે પણ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી.
વિભાગના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, સાંતાક્રૃઝ વેધશાળામાં બુધાવરે સવારે સાડા આઠ વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 286.6 મીમી વરસાદ નોંધાયો. જો કે મહારાષ્ટ્રની રાજધાનીમાં અત્યાર સુધીમાં ચોથી વાર સર્વાધિક વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન કોલોબામાં 147.8 મીમી વરસાદ નોંધાયો.
આઈએમડી મુંબઈના અનુસાર સાંતાક્રૂઝ વેધાશાળાના 1974થી લઈને અત્યાર સુધીના આંકડા અનુસાર 23 સપ્ટેમ્બર 1981ના 24 કલાકમાં 318.2 મીમી, 23 સપ્ટેમ્બર 1993માં એટલી જ અવધીમાં 312.4 મીમી અને 20 સપ્ટેમ્બર 2017ના 24 કલાકમાં 303.7 મીમી વરસાદ નોંધાયો હતો.
અધિકારીએ જણાવ્યું કે, આજે નોંધવામાં આવેલા 286.4 મીમી વરસાદ 1974 થી 2000 વચ્ચે બીજો સૌથી વધારે વરસાદ છે. આઈએમડી અનુસાર 15 મીમીથી ઓછો વરસાદ હળવો, 15 થી 64.5 મીમી વરસાદ મધ્યમ અને 65.4 મીમીથી વધારેને ભારે વરસાદ માનવામાં આવે છે.
હવામાન વિભાગના અનુસાર મુંબઈના ઘણાં વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 120 મીમીથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે થાણેના કપોરીમાં 195.3 મીમી, ચિરાક નગરમાં 136.5 મીમી અને ઢોકલી વિસ્તારમાં 127 મીમી વરસાદ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.