બોમ્બે હાઇકોર્ટના આદેશ બાદ મુંબઈ ઓથોરિટીએ આગઅડધી રાત્રે આરે જંગલના આશરે 400 વૃક્ષ કાપી દીધા છે. આ વાત પર સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ મામલે બોલિવૂડ પણ આરે જંગલના પક્ષમાં આવ્યું છે. ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડ સેલેબ્સ આરે કોલોનીના વૃક્ષને કપાતા બચાવવા માટે પોસ્ટ મૂકી રહ્યા છે.
કલમ 144 લાગુ કરાઈ
આરે ફોરેસ્ટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ સાઈટ પર સીઆરપીસી ધારા 144 લાગુ કરી દેવાઈ છે. પોલીસે અત્યાર સુધી ઝાડ કાપવા પર વિરોધ કરી રહેલા 38 લોકોની ધરપકડ કરી છે.સોશિયલ એક્ટિવિસ્ટે દાવો કર્યો છે કે, મેટ્રો કન્સ્ટ્રક્શનને કારણે અત્યાર સુધી 2600 ઝાડને જમીન દોસ્ત કરી દીધા છે, જેમાંથી શુક્રવારે રાત્રે 400 વૃક્ષ કાપવામાં આવ્યા છે.
આલિયા ભટ્ટે ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે, વધતીજતી વસ્તી માટે કન્સ્ટ્રક્શન કરવું જરૂરી છે, પણ આપણે નેચરની પણ જરૂર છે, આપણી જિંદગી તેની પર નિર્ભર છે.આપણે વૃક્ષો અને લીલોતરીની જરૂર છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું કે, મેં ગઈ કાલે આરે વિસ્તારમાં વૃક્ષો કપાતા હોવાના ન્યૂઝ જોયા, આ સાચેમાં ટેરિબલ છે. હું ઓથોરિટીને આ રોકવા માટે વિનંતી કરું છું.
કરન જોહરે ગુસ્સો ઠાલવતા લખ્યું કે, આપણે જ આપણા સૌથી મોટા દુશ્મન છીએ. હાલ જે થઈ રહ્યું છે તેને રોકવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.