મુંબઈમાં આવતા દરેકને 14 દિવસનું ક્વોરન્ટાઈન ફરજિયાત

– છૂટછાટ ઇચ્છતા લોકોએ પ્રવાસના બે દિવસ પહેલા અરજી કરવી પડશે

વિમાનથી મુંબઈમાં આવતા દરેકને 14 દિવસનું ક્વોરન્ટાઈન ફરજિયાત : મેયર

 

વિમાન દ્વારા મુંબઈમાં દાખલ થતા દરેક પ્રવાસીને પાલિકાના સુધારિત આદેશ પ્રમાણે ૧૪ દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવું જ પડશે. દરેક માટે નિયમ સમાન જ રહેશે અને તેમાં છૂટ ઇચ્છતા લોકોએ સરકારી અધિકારીઓને અરજી કરવી પડશે તેવી સ્પષ્ટતા મેયર કિશોરી પેડલેકરે કરી છે.

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા પ્રકરણની તપાસ કરવા મુંબઈમાં આવતા વરિષ્ઠ પોલીસ અધિકારીને આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા હોવાથી વિરોધપક્ષે આ પ્રકરણે સરકાર પર નિશાન સાધ્યું હતું. આ પ્રકરણે બોલતા મેયરે જણાવ્યું કે પાલિકાએ હાલમાં જ સુધારિત નિયમાવલી જાહેર કરી છે તે મુજબ વિમાન દ્વારા મુંબઈમાં આવનારા લોકોને કઠોર આઇસોલેશનમાં રહેવું પડશે. તે માટે પાલિકા ઉપલબ્ધ કરાવી આપે ત્યા અથવા તો તેમના ઘેર ૧૪ દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે અને તેમાં છૂટછાટ ઇચ્છતા લોકોએ પ્રવાસના બે દિવસ પહેલા અરજી કરવી પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.