સીબીઆઇએ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે ૫૭.૨૬ કરોડ રૃપિયાની છેતરપિંડીના એક કેસમાં ભાજપના એક નેતા મોહિત કમ્બોજ અને અન્ય ચાર જણ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે. મોહિત કમ્બોજ ભાજપના નેતા છે અને મોહિત ભારતીય તરીકે ઓળખાય છે.
બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ બાબતે ફરિયાદ થયા બાદ સીબીઆઇએ આઇપીસીની વિવિધ કલમ જેવી કે છેતરપિંડી, ગુનાહિત કાવતરું રચવું આધિ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે. બેન્કની ફરિયાદ અનુસાર કમ્બોજની કંપનીને ફાળવવામાં આવેલ લોન એનપીએ (નોન પર્ફોમિંગ એસેટ) પુરવાર થઇ ગતી અને લોનનો ઉપયોગ કથિત રૃપે બાંદરમાં પ્રોપર્ટી ખરીદવામાં કરવામાં આવ્યો હતો. લોન સુવિધામાં આ બાબતના ઉપયોગનો કોઇ નિર્દેશ કરવામાં આવ્યો નહોતો.
બેન્ક અનુસાર તેમની મુુંબઇ મિડ કોર્પેરેટ બ્રાન્ચે ૨૦૧૮માં કમ્બોજની કંપનીને ૬૦ કરોડ રૃપિયાની ક્રેડીટ ફેસિલિટી આપી હતી. આ ક્રેડિટ એકસપોર્ટ પેકીંગ ક્રેડિટ લિમીટ અને ફોરેન બિલ પરચેઝ માટે આપવામાં આવી હતી પણ બેન્કને ૫૭.૨૬ કરોડ રૃપિયાનું નુકશાન થયું હતું.
બુધવારે સીબીઆઇએ આ સંદર્ભે કમ્બોજની ઓફિસ અને રહેણાંક મળીને પાંચ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિવિધ કાગળીયા મળી આવ્યા હતા. આ કાગદળીયામાં પ્રોપર્ટી અને લોનની વિગતો વિવિધ બેન્કોન એકાઉન્ટ ડિટેલ, લોકરની ચાવી આદી મળી આવ્યા હતા. સીબીઆઇના એક પ્રકવતા અનુસાર આરોપી અને તેની કંપનીએ કાવતરું રચી બેન્ક સાથે છેતરપિંડી કરી છે.
કમ્બોજે આ તમામ આરોપો ફગાવી દેતા જણાવ્યું હતું કે ૨૦૧૮માં વન ટાઇમ સેટલમેન્ટ કરી ૩૦ કરોડ રૃપિયા ચૂકવી લોનનું પ્રકરણ પુરું કરવામાં આવ્યું હતું અને બેન્ક તરફથી ૨૦૧૯માં નોડયુ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેન્કનો લોનની રકમ બાંદરામાં ફલેટ ખરીદવા વાળી હોવાનો આરોપ પણ બે બુનિયાદ છે. તેવી સ્પષ્ટતા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.