મુંબઈ પોલીસે મીરા રોડ વિસ્તારમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પાર્ટનરની હત્યા અને પછી લાશ સાથે બર્બરતાની ઘટનામાં પોલીસે તપાસમાં જલ્દી કરી દીધી છે. આરોપી મનોજ સાનેની ધરપકડ કરીને પોલીસે તેની પૂછપરછ પણ શરૂ કરી છે. જેમાં ઘણા મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. મનોજ સાને તેની લિવ-ઈન પાર્ટનર સરસ્વતીના શરીરના ટુકડા કરવાનું કારણ પણ આપ્યું છે. પૂછપરછ વખતે આરોપી મનોજ સાનેએ પોલીસને જણાવ્યું કે સરસ્વતીએ 3 જૂને આત્મહત્યા કરી લીધી હતી. તેનાથી તે ડરી ગયો હતો. તેને લાગ્યું કે તેના પર હત્યાનો આરોપ પણ લાગી શકે છે. એટલે ગભરાઈને તેણે લિવ-ઈન પાર્ટનરના મૃતદેહનો નિકાલ કરવાનું નક્કી કર્યું. આરોપીના આ નિવેદનથી મીરા રોડ મર્ડર કેસમાં નવો ટર્ન આવી શકે છે.
આરોપી મનોજ સાનેએ પોલીસને જણાવ્યું કે તેણે પોતાના પાર્ટનરના શરીરના ટુકડા કરી નાખ્યા અને પછી દુર્ગંધથી બચવા તેને પ્રેશર કૂકરમાં બાફી નાંખ્યા. મનોજ સાનેએ પોલીસને એમ પણ કહ્યું કે તે પછી તેણે પોતે જીવનનો અંત લાવવાનો પણ નિર્ણય લીધો હતો અને તેને તેનો કોઈ અફસોસ પણ નથી.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીના આ નિવેદન પછી તેમની ટીમ આરોપી દ્વારા મારેલ સરસ્વતીના આત્મહત્યાના દાવાની યોગ્ય ચકાસણી કરી રહી છે. આ સિવાય ઘરમાંથી મળી આવેલા મૃતદેહના ટુકડાને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.