IPL 2022ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 રનથી ગુજરાત ટાઈટન્સને હરાવી દીધું છે. GT સામે 178 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 172/5નો સ્કોર જ કરી શકી અને મેચ હારી ગઈ હતી. એક સમયે ગુજરાતનો સ્કોર 16 ઓવરમાં 138/3 હતો અને ટીમને જીત માટે ફેવરિટ માનવામાં આવતી હતી, પરંતુ ત્યારપછી MIના બોલરોએ ટાઇટન્સને કમબેક કરવાની એકપણ તક આપી નહોતી.અને ઓપનર રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી હોવા છતાં અંતિમ ઓવર્સમાં બાજી પલટીને મુંબઇ ઇન્ડિયન્સે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સને પાંચ રનથી હરાવી હતી.
વર્તમાન ટૂર્નામેન્ટમાં મુંબઈની 10 મેચોમાં આ માત્ર બીજી જીત છે. જ્યારે GTની 11 મેચોમાં આ ત્રીજી હાર છે. મુંબઇ ઇન્ડિયન્સના છ વિકેટે 177 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ગુજરાતની ટીમ પાંચ વિકેટ 172 રન બનાવી શકી હતી. ઓપનર સાહાએ 40 બોલમાં 55 તથા ગિલે 36 બોલમાં બાવન રન બનાવીને પ્રથમ વિકેટ માટે 106 રનની ભાગીદારી નોંધાવી હતી અને ગુજરાતને છેલ્લી ઓવરમાં નવ રન બનાવવાના હતા પરંતુ ડેનિયલ સેમ્સે છેલ્લા ચાર બોલમાં માત્ર એક રન આપીને મેચ મુંબઇની તરફેણમાં કરી નાખી હતી. મુંબઇની ઇનિંગમાં સુકાની રોહિત શર્માએ 28 બોલમાં 43 અને ઇશાન કિશને 45 રન બનાવ્યા હતા.જેમાં ટિમ ડેવિડે 21 બોલમાં અણનમ 44 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. રાશિદ ખાને બે વિકેટ હાંસલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.