મુંબઈમાં ભીડ ઓછી કરવા મુદ્દે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના નિવેદન પર નિશાન સાધતા શિવસેનાએ કહ્યું કે, જો ઉત્તરપ્રદેશ અને બિહારમાં પુણે અને મુંબઈ જેવા સ્માર્ટ શહેર બનાવવામાં આવે તો દેશની આર્થિક રાજધાનીની વસ્તી ગીચતા ઓછ થઈ જશે.
શિવસેનાના મુખપત્ર ‘સામના’માં દાવો કરવામાં આવ્યો છે કે, લોકડાઉન દરમિયાન પોતાના વતનમાં ગયેલા લગભગ 1.50 લાખ પ્રવાસી મજુરો મહારાષ્ટ્રમાં પર આવ્યા છે. તેમની પાસે ત્યાં કોઈ કામ નથી. તેમાં તેવો પણ દાવો કરવામાં આવ્યો કે મુંબઈ દેશની તિજોરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે પરંતુ કોવિડ-19 વિરુદ્ધ જંગમાં તેને કેન્દ્ર પાસેથી યોગ્ય આર્થિક મદદ પ્રાપ્ત નથી થઈ.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વધતા કેસોના સંદર્ભમાં ગત મહિને કહ્યું હતું કે, મુંબઈમાં ભીડ ઓછી કરવાની જરૂર છે કારણ કે ગીચ વસ્તીવાળું આ શહેર વિનાશકારી પરિણામોનો સામનો કરી રહ્યું છે. જેના જવાબમાં શિવસેનાએ સોમવારે કહ્યું કે, જો તમે ઉત્તરપ્રદેશ અને બિહારમાં મુંબઈ અને પુણે જેવા સ્માર્ટ શહેર બનાવી લે તો આ બંન્ને શહેરોની જનસંખ્યાની ગીચતા આપોઆપ ઓછી થઈ જશે પહેલા તે રાજ્યોમાં રોજગારી ઉભી કરવી પડશે.
સંપાદકીયમાં કહેવામાં આવ્યું કે, લોકડાઉન દરમિયાન લગભગ સાત થી આઠ લાખ પ્રવાસી મજુર મુંબઈથી ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા ગયા. લગભગ ત્રણ લાખ લોકો પુણે ગયા અને હવે તેઓ પરત આવી રહ્યાં છે. આ કારણે મુંબઈ અને પુણે પર બોજ વધી રહ્યો છે.
તેમણે કહ્યું, તે સ્પષ્ટપણે દેખાય છે કે કોરોના વાઈરસના ખતરાથી ઉપર ભુખનો ખતરો છે. લોકો જોખમ લેવા તૈયાર છે અને નોકરીની શોધમાં ફરી રહ્યાં છે. શિવસેનાએ પુછ્યું કે, કેન્દ્ર સરકારે જુન 2015માં સ્માર્ટ સિટી મિશન શરૂ કર્યું હતું પરંતુ આટલા વર્ષોમાં કેટલા શહેર સ્માર્ટ બન્યા?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.