મુંબઇ બ્લાસ્ટના આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો જમણો હાથ કહેવાતા છોટા શકીલે મોટો ખુલાસો કર્યો છે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં તેમણે મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાના આ દાવાને ખોટો બતાવ્યો છે કે 26/11 હુમલાખોર મોહમ્મદ અજમલ આમિર કસાબને મારવા માટે દાઉદ ગેંગે સુપારી લીધી હતી. રાકેશ મારિયાએ પોતાના પુસ્તક Let Me Say It Nowમાં લખ્યું કે કસાબને હિન્દુ આતંકવાદી સાબિત કરવા માટે તેને મારવાનું ષડયંત્ર હતું.
છોટા શકીલે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે આ બધો બકવાસ છે. પુસ્તક વેચવા માટે આ બધું થઇ રહ્યું છે. કસાબ કે બીજા કોઇને અમારો મારવાબારવાનો કોઇ સ્બજેક્ટ જ નથી. હિન્દુસ્તાનમાં કોણ જુઠ્ઠું બોલતું નથી. બધા જુઠ્ઠું બોલી રહ્યા છે.
બીજીબાજુ અજમલ કસાબને ફાંસીના ફંદા સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા નિભાવનાર સરકારી વકીલ ઉજ્જવલ નિકમે પણ કહ્યું કે મુંબઇ પોલીસની ચાર્જશીટમાં કયાંય પણ આનો ઉલ્લેખ કરાયો નહોતો કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઇંટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (ISI) કે લશ્કર એ તૈયબા કે દાઉબ ઇબ્રાહીમે અજમલ કસાબને મારવાની સુપારી લીધી હતી.ઉલ્લેખનીય છે કે મુંબઇ હુમલાના દોષિત અજમલ કસાબને 21 નવેમ્બર, 2012ના રોજ પૂણેની યરવડા જેલમાં ફાંસી અપાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.