મહારાષ્ટ્રમાં એક બાદ એક કોરોના વાયરસના મામલા ઝડપથી સામે આવી રહ્યાં છે. સોમવારે પાંચ નવા કેસ સામે આવતાં રાજ્યમાં COVID19ના પીડિતોની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. તેમાંથી 3 કેસ મુંબઈ, 1 નવી મુંબઈ અને 1 યવતમાલના છે. આ સાથે ભારતમાં કોરોના વાયરસના મામલા વધીને 116 થઈ ગયા છે.
યવતમાલના ડીએમ એમડી સિંહે જણાવ્યું કે, જિલ્લામાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તે વ્યક્તિ હાલમાં દુબઈથી પરત ફર્યો હતો. આ વચ્ચે રાજ્ય સરકાર કોરોના વાયરસનો સામનો કરવા માટે સાવચેતીના ભાગરૂપે અનેક પગલાં ભરી રહી છે. હકીકતમાં ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. સીએમ
ઉદ્ધવ ઠાકરે અને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોના વાયરસ પર સમીક્ષા માટે ચીફ સેક્રેટરીની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા મેડિસ્ટ્રેટ્સ સાથે બેઠક યોજી હતી.
વધી રહી છે દર્દીઓની સંખ્યા
રાજ્યમાં કોરોનાના સૌથી વધુ મામલા અત્યાર સુધી પુણેમાં આવ્યા છે પરંતુ ધીમે-ધીમે મુંબઈમાં કોરોના પોઝિટિવ આવતા લોકોની સંખ્યા વધી રહી છે, જેથી સરકાર અને તંત્ર પણ ચિંતિત છે. મુંબઈ પોલીસે પહેલા જ કલમ 144 લાગૂ કરીને ગ્રુપ ટૂર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યાં સુધી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે પણ તમામ શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.