ગોધરામાં ચાર કલાક દરમિયાન આઠ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ રેલવે સ્ટેશનમાં ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાતા મુંબઈ દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર પર અસર પડી હતી.
ગોધરા શહેરમાં મોડી સાંજથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરનાં મુખ્ય માર્ગે ઉપર પાણી ફરી વળ્યા હતા. જયારે કેટલાંક નીચાણવાળા વિસ્તારોનાં ઘરોમાં પાણી ભરાઈ જવાનાં દ્ર્શ્યો સામે આવ્યાં છે અને ગોધરા શહેરમાં ચાર કલાક દરમિયાન આઠ ઇંચ વરસાદ પડવાને કારણે સ્ટેશન રોડ ખાડી ફળિયા, છકડાવાડ, ગાંધી પેટ્રોલપંપ વિસ્તાર, ભુરાવાવ, ઇદગાહ મોહલ્લા સહિત મેસરી નદી પટ વિસ્તારનાં ઘરોમાં પાણી ભરાયાં હતા.
વરસાદી પાણીના નિકાલ માટે મામલતદાર નગર પાલિકા તેમજ આરએનબી વિભાગની ટીમો કામે લાગી હતી. જોકે રાહતની વાત એ છે કે વરસાદના કારણે કોઇપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. તેમજ ગોધરા રેલવે સ્ટેશન ખાતેનાં રેલવે ટ્રેક ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા મુંબઈ દિલ્હી વચ્ચેના ટ્રેન વ્યવહાર પર અસર પડી હતી અને મુખ્ય ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ દિલ્હી રાજધાની, સોમનાથ જબલપુર, ગાંધીધામ ઈન્દોર, અગસ્ત ક્રાંતિ એકસપ્રેસ, સાબરમતી એકસપ્રેસ ટ્રેન સાવચેતીના ભાગરૂપે નજીક સ્ટેશનો તેમજ આઉટર સિગ્નલ ઉપર થોભાવી દેવામાં આવી હતી અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. અને પંપ મશીન દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.