પ્રચંડ વસતીવાળા મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોના વાયરસની લપેટમાં આવેલા એક વ્યક્તિનું નિધન થયું હતું. આ ઘટનાના 24 જ કલાકમાં ત્યાં વધુ એક વ્યક્તિ કોરોના વાયરસના સંક્રમણમાં ઝડપાયો છે.
બીએમસીમાં સફાઈકર્મીનું કામ કરનારા વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હજારો ઝૂંપડીઓવાળા આ વિસ્તારમાં સંક્રમણનો ખતરો વધી ગયો છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 338 કેસ સામે આવ્યા છે જેમાંથી નવના મોત નિપજ્યા છે.
બીએમસીમાં કામ કરનાનાર 52 વર્ષીય સફાઈકર્મીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીએમસીના અધિકારીઓએ જણાવ્યું કે, તે વરલીનો રહેવાસી છે અને સફાઈ કામ માટે ધારાવીમાં પોસ્ટેડ હતો.
તેનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ બીએમસી અધિકારીઓએ તેને ડોક્ટરને બતાવવા માટે સલાહ આપી હતી. હાલમાં તેની સ્થિતિ સ્થિર છે. તેના પરિવારના સભ્યો અને 23 સહકર્મિઓને પણ ક્વોરન્ટાઈન કરવાની સલાહ આપવામાં આવી છે.
મુંબઈના ધારાવીના જે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવનો દર્દી મળી આવ્યો છે ત્યાં હજારોની સંખ્યામાં ઝૂંપડીઓ આવેલી છે. એવામાં આ વિસ્તારમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેના કારણે પ્રશાસન દોડતું થઈ ગયું છે.
એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તારમાં લાખોની સંખ્યામાં લોકો રહી રહ્યા છે. જેના કારણે તેમાંથી કોરોના સંક્રમિત દર્દીની પુષ્ટી થવાનો મામલો ખરેખર અત્યંત ગંભીર છે. બીએમસી ત્યાં સંક્રમણના ખતરાને ફેલાતો રોકવા માચે તનતોડ મહેનત કરી રહી છે.
મુંબઈના આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ઝૂંપડીઓ અને ચાલીઓ આવેલી છે. જેમાં આ જીવલેણ કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ શકવાનો ડર છે. આ વિસ્તારમાં કોરોના પર કાબુ મેળવવો તેને પ્રશાસન માટે સૌથી મોટો પડકાર ગણવામાં આવે છે.
આ વાયરસને રોકવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સૌથી મહત્વનું છે અને આ ગીચ વસતીમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવું અશક્ય બરાબર છે. અત્યાર સુધીમાં આ ગીચ વસતીમાં નવ લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.