જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસાની વિરૂદ્ધ મુંબઇમાં મંગળવાર આખો દિવસ પ્રદર્શન ચાલુ રહ્યું. હાથમાં પોસ્ટર લઇ અને હિંસાની વિરૂદ્ધ નારા લગાવતા ગેટવે ઓફ ઇન્ડિયા પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. જો કે આ દરમ્યાન એક વિદ્યાર્થીનીના હાથમાં ‘ફ્રી કાશ્મીર’ના પોસ્ટરથી સોશિયલ મીડિયા પર રાજકારણમાં ઘમાસણ મચી ગયું છે. આ પોસ્ટરની માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસના નેતાઓએ પણ જોરદાર આલોચના કરી. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ સરકારને આડા હાથ લીધા તો કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે પણ પ્રશ્નો કર્યા.
JNUમાં થયેલી હિંસાના વિરોધમાં ફ્રી કાશ્મીરના પોસ્ટર પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે હાલની સરકારને કઠઘરામાં ઉભી કરતા ધડધડ પ્રશ્નો કર્યા. ફડણવીસે સીએમ ઉદ્ધવ ઠાકરેને પૂછયું કે શું તેમણે ફ્રી કાશ્મીર ભારત વિરોધી અભિયાન બર્દાશ્ત છે. દેવેન્દ્ર ફડણવીસે ‘ફ્રી કાશ્મીર’ના પોસ્ટરવાળા વીડિયો ટ્વીટ કરી લખ્યું, ‘આ કંઇ વાતનું પ્રદર્શન છે? ફ્રી કાશ્મીરના સૂત્રોચ્ચાર કેમ લાગી રહ્યા છે? આપણે મુંબઇમાં આ પ્રકારના અલગતાવાદી તત્વોને કેવી રીતે સહન કરી શકીએ છીએ?’ સીએમ કાર્યાલયથી માત્ર 2 કિલોમીટરના અંતર પર આઝાદી ગેંગ એ ફ્રી કાશ્મીરના સૂત્રોચ્ચાર કર્યા. ઉદ્ધવજી તમે તમારા નાકની નીચે ફ્રી કાશ્મીર એન્ટી ઇન્ડિયા કેમ્પેઇનને સહન કરી રહ્યા છો?
આપને જણાવી દઇએ કે રવિવારના જેએનયુ પરિસરમાં સ્ટુડન્ટસ અને શિક્ષક પર કેટલાંક નકાબ પહેરીને આવેલા લોકોએ હુમલો કરી દીધો. હુમલાના વિરોધમાં મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયા પર 5મી જાન્યુઆરીના રોજ પ્રદર્શન શરૂ થયું જે સોમવાર રાત સુધી ચાલ્યું હતું. આ દરમ્યાન ફ્રી કાશ્મીરના પોસ્ટર દેખાતા રાજકારણમાં હલ્લાબોલ થઇ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.