દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હવે કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે હોસ્પિટલો હાઉસ ફુલ થઈ જતા ખુલ્લી જગ્યામાં હોસ્પિટલ અને ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવાનો વારો આવ્યો છે.
મુંબઈ કોર્પોરેશને એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં ભારતની પહેલી ઓપન હોસ્પિટલ ઉભી કરવા માંડી છે.જે 15 મે સુધીમાં તૈયાર થઈ જશે.મુંબઈમાં કોરોના પેશન્ટોની સંખ્યા 12000થી વધારે હોવાના કારણે હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યા છે.જેના કારણે મેદાનમાં 1058 બેડવાળી હોસ્પિટલ ઉભી કરાઈ રહી છે.જેમાં બેડની સંખ્યા વધારીને 5000 સુધી કરવામાં આવશે.
1.25 લાખ સ્કેવરફૂટમાં બની રહેલા હોસ્પિટલમાં ઓક્સિજનનીતેમજ વોશરુમની વ્યવસ્થઆ પણ હશે.એક લેબોરેટરી પણ ઉભી કરવામાં આવશે.હાલમાં 350 બેડ તૈયાર થઈ ચુકયા છે.
ગોરેગાંવના નેશનલ એક્ઝિબિશન સેન્ટર તેમજ વાશીમાં સિડકો એક્ઝિબિશન સેન્ટરમાં પણ આ પ્રકારની હોસ્પિટલો તૈયાર કરવાનુ શરુ કરાયુ છે.બંને જગ્યાએ 1000-1000 બેડ હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.