મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતના દુશ્મન આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાને કરી 5 વર્ષ ની સજા

વર્ષ 2008માં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતના દુશ્મન નંબર 1 એવા આતંકવાદી હાફિઝ સઈદને આખરે પાકિસ્તાનની કોર્ટે સજા સંભળાવી છે. ટેરર ફંડિંગ કેસમાં આતંકી હાફીઝ સઈદને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટે આ સજા ફટકારી હતી. પાકિસ્તાનમાં આ કાર્યવાહી બરાબર ત્યારે કરવામાં આવી છે જ્યારે FATFની ફ્રાંસના પેરિસ ખાતે બેઠક યોજાવવા જઈ રહી છે.

ગત સપ્તાહે લાહોરની આતંકવાદ વિરોધી અદાલત (સીટીડી) પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (જેયૂડી)ના સર્વેસર્વા અને 26/11ના મુંબઈ પરના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ વિરૂદ્ધ આતંકી ફંડીગ સાથે સંકળાયેલા બે કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. આ કેસ આતંકવાદ વિરોધી વિભાગની લાહોર અને ગુજરાંનવાલા બ્રાંચ તરફથી દાખલ કરવામાં આવ્યા હતાં.

જમાત-ઉદ-દાવાના નેતૃત્વએ આતંકવાદને ફંડિંગ પુરૂ પાડવા અને હવાલા સાથે સંબંધીત બે ડઝનથી વધારે કેસનો સામનો કરવો પડી રહ્યો છે. આ કેસ પાકિસ્તાનના પાંચ જુદા જુદા શહેરોમાં નોંધાયેલા છે. તેમાંથી બે કેસમાં લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે જમાત-ઉદ-દાવાના સર્વેસર્વા અને મુંબઈમાં 300 લોકોને મોતને ઘાટ ઉતારનારા ખુંખાર આતંકી હાફિદ સઈદને 5 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે હાફિઝને આતંકવાદી પ્રવૃત્તિ અને આતંકી ફંડ પુરૂ પાડવાને લઈને આ સજા ફટકારી છે.

સીટીડીના ગુજરાંનવાલા ચેપ્ટર તરફથી દાખલ કરવામાં આવેલા કેસની શરૂઆત ગુજરાંવાલા એટીસીમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પણ લાહોર હાઈકોર્ટના નિર્દેશ પર આ કેસને લાહોરમાં ટ્રાંસફર કરવામાં આવ્યો હતો. બંકે કેસની સુનાવણી દરમિયાન કોર્ટે 23 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.