જીતની કગાર પર ઊભી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમને IPL મેચમાં 10 રનથી હરાવ્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે એ ખૂબ જ શાનદાર વાપસી રહી.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પહેલા બેટિંગ કરતાં 152 રનો પર ઓલ આઉટ થઇ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતાં કોલકાતા નાઈટ રાઇડર્સે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 122 રન બનાવી લીધા હતા.
રોહિતે મેચ બાદ કહ્યું કે બેટિંગના સમયે કોલકાતા જે સ્થિતિમાં હતી, તે મુજબ આ વાપસી શાનદાર છે. જે પણ બોલિંગ માટે આવ્યું તે ટીમ માટે શાનદાર યોગદાન આપવા માંગતુ હતું. આ મેચથી અમને ખૂબ આત્મવિશ્વાસ મળશે. કેટલીક સકારાત્મક વસ્તુ રહી. કોલકતાએ શરૂઆતની 6 ઓવરમાં સારી બેટિંગ કરી, પરંતુ પાવરપ્લે બાદ રાહુલ ચાહરે મહત્ત્વની વિકેટ લીધી અને અમારી વાપસી કરાવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.