મુંબઈની નાઇટ ક્લબોમાં કોરોના પ્રતિબંધક નિયમોનું ઉલ્લંધન સામે પાલિકાએ ગુના દાખલ કર્યા

 

દાદર અને સાંતાક્રુઝ ખાતે નાઇટ ક્લબ પર કાર્યવાહી

ક્રિસમિસ અને નવા વર્ષની શરૃઆત પહેલા મુંબીમાં પાર્ટી, ડેટિંગ અને નાઇટ ક્લબમાં જવાનો લોકોનો ઉત્સાહ વધી ગયો છે. આ તમામ પબ, નાઇટ ક્લબ પર  મુંબઈ મહાનગર પાલિકાએ ચાંપતી નજર રાખી રહી છે. દરમિયાન પાલિકાએ કોરોનાના નિયમોનું ઉલ્લંધન કરવા બદલ મુંબઈમાં નાઇટ ક્લબ સામે ગુનો દાખલ કર્યો છે.

મુંબઈમાં સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા બોમ્બે અડ્ડા નાઇટ ક્લબમાં કોરોનાના નિયમોનું ઉલ્લંધન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. પાલિકાએ ત્યાં દરોડો પાડતાં ૨૭૫ જણ પાર્ટા માસ્ક પહેર્યા વગર કરતા હતા. આ મામલે બોમ્બે અડ્ડા નાઇટ ક્લબને ૩૦ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો હતો.

બોમ્બે અડ્ડા નાઇટ ક્લબમાં કાર્યવાહી કરવામાંગ આવી હતી. તેજ રીતે દાદરની પ્રિતમ હોટેલમાં આવી ક્રાયવાહી કરવામાં આવી હતી. રાતે ૧ વાગ્યે પાલિકાના અધિકારીઓએ પ્રિતમ હોટેલની અચાનક મુલાકાત લીધી હતી. એવું જોવા મળ્યું હતું કે ૧૨૦ લોકોએ માસ્ક પર્યા ન હોતા. કોરોનાના રોગચાળાને નાથવા બનાવેલા નિયમો તોડનારા પર દંડાત્મક કાર્યવાહી કરી હતી. ભગવતી હોટેલમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી. ૧૦ ડિસેમ્બરે એક કાર્યવાહી પાલિકાએ લોઅર પરેલની એક ક્લબ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ક્લબમાં કોરોનાના નિયમોના સરેિઆ ઉલ્લંધન થતાં હતા. મુંબઈની તમામ નાઇટ ક્લબ અને પબ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાએ તાકીદ કરી છે કે ક્લબમાં કોરોનાના નિયમોનો ઉલ્લંધન સહન નહીં કરાય.

ક્લબોમાં લોકો માસ્ક પહેરતા નથી, સોશ્યલ ડિસ્ટન્સરાખતા નથી, સહિત વિવિધ નિયમોનુંઉલ્લંધન થાય છે. આથી પાલિકાએ લોઅર પરેલ અને બાંદરા વિસ્તારની હોટેલ તથા ક્લબો સામે કાર્યવાહી કરી હતી. આ અંગે પાલિકાએ કેસ દાખલ કર્યો હતો. આ બનાવ બાદ મોડી રાત સુધી ખુલ્લી રહેતી હોટેલ, પબ અને ક્લબ સામે નજર રાખવાનો નિર્ણય લીધો છે. પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હુતં કે નિયમોનો ઉલ્લંધન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામા ંઆવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.