મુંબઈની વિશેષ અદાલતે મની લોન્ડરિંગ કેસમાં રાણા કપૂરની કસ્ટડી 20 માર્ચ સુંધી વધારી

મુંબઈની વિશેષ અદાલતે સોમવારે યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂરની મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડી 20 માર્ચ સુધી વધારી દીધી છે. 62 વર્ષીય બેંક સંસ્થાપક શરૂઆતમાં 11 માર્ચ સુધી ઇડીની  કસ્ટડીમાં હતા, જે બાદમાં 16 માર્ચ સુધી લંબાવવામાં આવી હતી.

રાણા કપૂરનો આરોપ છે કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વિવિધ સંસ્થાઓને 30,000 કરોડ રૂપિયાની લોન ફાળવી હતી. ઇડીના જણાવ્યા અનુસાર આ લોનની 20 હજાર કરોડ રૂપિયા જેટલી રકમ એનપીએ બની ગઇ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ કરી રહ્યું છે કે આ નાણાની હેરાફેરી કેવી રીતે કરવામાં આવી.

ખાતાધારકો માટે રાહતના સમાચાર

યસ બેન્કને પાટા પર લાવવા માટે નવી યોજના અમલમાં આવ્યા બાદ હવે યસ બેન્કના ખાતાધારકો માટે રાહતના સમાચાર છે. આજે સોમવારે  ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી કે બેંકે ખાતા ધારકો પરના તમામ નિયંત્રણો દૂર કર્યા છે.

એટલે કે, 18 માર્ચે સાંજે 6 વાગ્યા પછી ગ્રાહકો તેમના ખાતા સાથે સામાન્ય વ્યવહાર કરી શકશે. ખાતાધારકો બેંકની તમામ 1,132 શાખાઓ સાથે વ્યવહાર કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.