મુંબઈમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર ભરાયા પાણી,ટ્રેનો કરવી પડી છે રદ્દ…….

પહેલા વરસાદમાં જ મુંબઈ બેહાલ થઈ ગઈ છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા અને ટ્રેનો રદ્દ કરવી પડી છે. આ દરમિયાન મુંબઈમાં હાઈ ટાઈડને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુંસાર વરસાદના 4 મહિનામાં 18 દિવસ ખતરા ભરેલા છે.

બુધવારે સવારે શરુ થયેલા વરસાદે મુંબઈની સ્પીડ પર બ્રેક લગાવી દીધી હતી.  વરસાદનો આ સિલસિલો ગુરુવારે મુંબઈ તથા આસપાસની સપાટીના શહેરોના કેટલાક વિસ્તારમાં જોવા મળ્યો. તો કેટલાક વિસ્તારમાં રોકાઈ રોકાઈને વરસાદ શરુ રહ્યો હતો. હવામાન વિભાગે ચોમાસા દરમિયાન સમુદ્રમાં ઉઠનારી લહેરોથી મુંબઈકરોને અત્યારથી ચેતવવામાં આવ્યા છે. લોકડાઉન બાદ ધીરે ધીરે ખીલી રહેલા મુંબઈથી લોકો વરસાદનો લૂફ્ત ફઠાવવા માટે સમુદ્ર કિનારે જાય છે તેવામાં તે હાઈ ટાઈડની ઝપેટમાં આવી શકે છે કે જેને કારણે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યુ છે.

હવામાનના 4 મહિનામાં મુંબઈવાસીઓ માટે 18 દિવસ જોખમ  ભર્યા છે. જેમાં 6 દિવસ તો ફક્ત જૂન મહિનામાં જ છે. જ્યારે 12 દિવસમાંથી જૂલાઈના 5 દિવસ, ઓગસ્ટમાં 5 દિવસ અને સપ્ટેમ્બરમાં 2 દિવસ છે. હાઈ ટાઈડ દરમિયાન બીએમસી પંપિંગ સ્ટેશનોના ફ્લડ ગેટ બંધ કરી દે છે.

આ વર્ષ સમય પહેલા આવેલા ચોમાસાથી જૂન મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. 3 દશકમાં બુધવારે અને ગુરુવારની વચ્ચે જૂન મહિનામાં 24 કલાકનો વરસાદ બીજો મોટો વરસાદ હતો. આ દરમિયાન વેધર બ્યૂરોએ અહીં 231 મિમી વરસાદ નોંધાવ્યો છે.  આ પહેલા 1991માં 10 જૂને મુંબઈમાં 399 મિમી વરસાદ થયો છે.

મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગડ અને કોંકણમાં આગામી દિવસો સુધી વરસાદ થવાની શક્યતા જોવા મળતા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.