મુંબઈની સનરાઈઝ હોસ્પિટલમાં આગથી ફફડાટ,હોસ્પિટલમાં મોટાભાગના દર્દી હતા કોરોના વાળા

મોલમાં ત્રીજા માળે એક હોસ્પિટલ હતી અને અહીં 70થી વધુ દર્દીઓ એડમિટ હતા. તેમાં સૌથી વધારે દર્દી કોરોના પેશન્ટ હતા. ઘટના બાદ ફાયર બ્રગેડની મદદથી હોસ્પિટલની અંદરથી પણ દરેક દર્દીને કાઢીને અન્ય હોસ્પિટલમાં એડમિટ કરાયા.

હોસ્પિટલની અંદર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આગ મોડી રાતે 11.30 વાગે લાગી હતી. આગ કેવી રીતે લાગી તેનું કોઈ કારણ મળ્યું નથી.

ઘટનાની જાણકારી આપતા ડીસીપીએ કહ્યું કે લગભગ 90-95 ટકા લોકોને બચાવી લેવાયા છે

આગનું કારણ જાણવાની કોશિશ કરાઈ રહી છે. કોરોનાના 70 દર્દીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.