સુરત : અઠવા પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર કિલ્લાની પાસે ત્રણ જણાએ યુવક ઉપર જુના ઝઘડાની અદાવતમાં જીવલેણ હૂમલો કર્યો હતો. યુવકને બચાવવા પડેલા મિત્રને પણ પેટમાં ઘા મારતા અઠવા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
રાંદેર શીતલ ચાર રસ્તા બાપુનગર બોરડી વિસ્તારમાં રહેતા અઝરૂદીન ઉર્ફે સલમાન ઉસ્માન પટેલે અઠવા પોલીસ સ્ટેશનમાં ઝાકીર ઉર્ફે પપ્પુ ચાંદભાઇ હાસોટી, નાઝુ અને સાથે આવેલા એક અજાણ્યાની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે. અને ગઈકાલે રાત્રે કિલ્લાની સામે અઝરૂદ્દીન તથા તેનો મિત્ર નાજીમ કિલ્લાની પાળી પર બેઠા હતા. જ્યારે તેમનો એક મિત્ર ઇકબાલ શેખ પોતાની રીક્ષામાં બેઠો હતો. ત્યારે જાકીર ઉર્ફે પપ્પુ, નાઝુ તથા અન્ય એક અજાણ્યો ત્યાં આવ્યા હતા. જાકિર ઉર્ફે પપ્પુનો અગાઉ ઇકબાલ શેખ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી ઇકબાલ શેખ પાસે આવી બોલાચાલી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો.
અને નાઝુ તથા એક અજાણ્યાએ ઝપાઝપી કરી હતી. એટલી વારમાં જાકીર ઉર્ફે પપ્પુએ તેની પાસેના ચપ્પુ વડે ઇકબાલ શેખને પેટના ભાગે ચપ્પુ વડે ઘા માર્યા હતા. ઇકબાલ શેખને બચાવવા અઝરૂદ્દીન વચ્ચે પડતા આરોપી જાકિરે જોર જોરથી બુમો પાડી “ઉસકો પકડો, ઉસકો આજ ખતમ કર દેગે” તેમ કહી તેના પેટના ભાગે ચપ્પુ વડે એક ઘા મારી દીધો હતો. અને ત્યાંથી ત્રણેય નાસી ગયા હતા. અઠવા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.