રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિક V બનાવનારી વૈજ્ઞાનિકોની ટીમમાંના એકની બેલ્ટથી ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવે છે અને મરનાર વૈજ્ઞાનિકનું નામ Andrey Botikov છે. આ વૈજ્ઞાનિકનું રશિયાના રાષ્ટ્રપતિ પુતિને 2021માં વેક્સીન પર ઉત્કૃષ્ટ કામ કરવા બદલ સન્માન કર્યું હતું.
કોવિડ-19 મહામારીને રોકવા માટે દુનિયામાં પહેલી રજિસ્ટર્ડ થયેલી વેક્ટર વેક્સીન સ્પુતનિક Vને તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા Andrey Botikovની શનિવારે પટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે.હવે આ કેસમાં આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષના યુવકે દલીલ દરમિયાન Botikovનું ગળું દબાવી દીધું હતું અને ફરાર થઇ ગયો હતો અને હત્યાની તપાસ કરી રહેલી રશિયન ઇન્વેસ્ટિગેટિવ ઓથોરિટી કમિટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હત્યાના ગુનેગાર પાસે પહેલાથી જ ગંભીર ગુનાઓનો રેકોર્ડ છે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, રશિયન કોવિડ-19 રસી સ્પુટનિક V બનાવવામાં મદદ કરનાર વૈજ્ઞાનિકોમાંના એક Andrey Botikovની શનિવારે રાજધાની મોસ્કોમાં તેમના એપાર્ટમેન્ટમાં બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને પોલીસે ઘટનાના થોડા જ કલાકોમાં એક શકમંદની ધરપકડ કરી હતી તે પછી એને દોષિત માનવામાં આવ્યો છે.
રશિયન સમાચાર એજન્સીના કહેવા મુજબ, મોસ્કોની ખોરોશેવો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શંકાસ્પદ વ્યક્તિએ કોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને કોર્ટે દોષિતને 2 મે સુધી કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે અને 47 વર્ષના રશિયન વૈજ્ઞાનિક Andrey Botikov ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં સિનિયર સંશોધક તરીકે કામ કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.